/connect-gujarat/media/post_banners/c267ced09a318885461e6f713ef46ed98fd6ec16e1e8a2fda7bcbd901510b3f1.jpg)
ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે વિશાળ તિરંગો લહેરાવાયો
100 ફૂટના ધ્વજદંડ પર 30x20નો તિરંગો લહેરાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગો લહેરાવાયો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઇને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે 100 ફૂટના ધ્વજદંડ પર વિશાળ તિરંગો લહેરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં જનભાગીદારી પ્રેરિત કરવા તા. ૧૩થી ૧પ ઓગષ્ટ દરમ્યાન દેશવાસીઓને પોતાના ઘર, કામકાજના સ્થળે તિરંગો લહેરાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનની પ્રેરણાથી સ્થપાયેલ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ આ આહવાન પ્રતિસાદ આપતા વિશાળ તિરંગાને યુનિવર્સિટીના પટાંગણમાં લહેરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશાળ તિરંગો લહેરાવ્યો તે અવસરે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી, યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ અગ્ર સચિવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.