Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : સિવિલ હોસ્પિટલ તબીબે મહિલાને હાથ પકડીને ઢસડી, જુઓ શર્મસાર કરી દેતી ઘટના

સિવિલ હોસ્પિટલના ગેટની બહાર બનેલી ઘટના, મહિલા સિવિલના ગેટ પર કપડાઓનું કરે છે વેચાણ.

X

ગુજરાત સરકાર ભલે નારી ગૌરવ દિવસ ઉજવતી હોય પણ ગાંધીનગરમાં બનેલી એક ઘટનાએ સૌને શર્મસાર કરી નાંખ્યાં છે. સિવિલ હોસ્પિટલના ગેટ પર રૂમાલ સહિતની નાની-મોટી વસ્તુ વેચી પેટિયુ રળતી વિધવા મહિલાને હોસ્પિટલના તબીબે હાથ પકડી ઢસડી હતી.

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલના શાસનના પાંચ વર્ષ પુર્ણ થતાં વિવિધ દિવસો ઉજવવામાં આવ્યાં હતાં જેમાં મહિલા ગૌરવ દિવસની ઉજવણી પણ સામેલ હતી. ગાંધીનગરમાં બનેલી ઘટનાએ પળભરમાં આખી ઉજવણી પર પાણી ફેરવી દીધું હતું. હાલમાં સોશિયલ મિડીયામાં એક વિડીયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહયો છે. જેમાં એક વ્યકતિ મહિલાને હાથ પકડીને ઢસડીને લઇ જાય છે.

વિડીયોમાં જે મહિલા દેખાઇ રહી છે તેનું નામ છે ઝરીના કટિયા.. તે સિવિલ હોસ્પિટલના ગેટ પર રૂમાલ સહિતની નાની -મોટી ચીજવસ્તુઓ લાવીને વેચાણ કરે છે. આ વિધવા મહિલાને કોઇ સંતાન પણ નથી. પેટિયુ રળવા માટે તે દરરોજ સિવિલ હોસ્પિટલના ગેટ પર બેસે છે. સામાન્ય વરસાદ થતાં તે ગેટની નીચે બેઠી હતી તે સમયે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક હોસ્પિટલના હેડ ડૉ. વિકી પરીખ તેમની કાર લઇને આવ્યાં હતાં અને મહિલાના સામાનનો થેલો હોસ્પિટલના પરિસરની બહાર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ થેલો નહી છોડતાં તે 50 ફુટ સુધી ઢસડાઇ હતી. બનાવ સંદર્ભમાં ડૉ. વિકી પરીખની પ્રતિક્રિયા જાણી શકાય નથી પણ તેમની સામે પોલીસ ફરિયાદ જરૂર નોંધાઇ છે. હવે સમગ્ર મામલાની તપાસ ગાંધીનગર પોલીસ ચલાવી રહી છે.

Next Story