Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: 13 દેશોના શિક્ષણમંત્રી સહિત મહાનુભાવોએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી

13 દેશોના શિક્ષણમંત્રી અને મહાનુભાવોએ વર્લ્ડ બેંકની ટીમ સાથે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી.

X

13 દેશોના શિક્ષણમંત્રી અને મહાનુભાવોએ વર્લ્ડ બેંકની ટીમ સાથે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી.

13 દેશોના શિક્ષણમંત્રી અને મહાનુભાવોએ વર્લ્ડ બેંકની ટીમ સાથે 65 જેટલા મહાનુભાવોએ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિ મંડળને ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડીંડોરે તથા પ્રફુલ પાનશેરિયાએ આવકાર્યા હતા. આ ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરુ થયેલી ગુજરાતની છેલ્લા બે દાયકાની એજ્યુકેશન ટ્રાન્સફર્મેશન જર્ની તેમજ ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ "મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સ"ની તમામ વિગતો મેળવી હતી. આ ટીમના સભ્યોએ એ.આઈ. બેઝડ બોટ થકી કરવામાં આવતા લાઈવ રીઅલ ટાઈમ એટેન્ડન્સ, એસેસમેન્ટ અને સ્કુલ એક્રેડીટેશનના ડેશબોર્ડ દ્વારા શાળા શિક્ષણની અધ્યતન માહિતી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને વર્તમાન સુધારાઓથી શું લાભ થયો તેની વિસ્તૃત જાણકારી મેળવી હતી

Next Story