/connect-gujarat/media/post_banners/f016332c560ebdd4f1a7d085295cfe7be9e24aeb1b04678d7d2df80b12c7d35e.jpg)
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે ગુજરાત પોલીસ અકાદમીનો ગૌરવશાળી દીક્ષાંત-પાસિંગ આઉટ પરેડ સમારોહ યોજાયો હતો.
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે ગુજરાત પોલીસ અકાદમીનો ગૌરવશાળી દીક્ષાંત-પાસિંગ આઉટ પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૬ પોલીસ ઇન્સ્પેક્ટરની પાસીંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાસિંગ આઉટ પરેડમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા.સીધી ભરતીના 46 પોલીસ અધિકારીઓ રાજ્યની સુરક્ષા, સલામતી અને શાંતિમાં વધારો કરશે. તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી આશા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વ્યક્ત કરી હતી.પોલીસ અકાદમી કરાઈ ખાતે આયોજિત દીક્ષાંત પરેડ સમારોહ માં અકાદમીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિવિધ તાલીમાર્થીઓ સહિત રાજ્યભરમાંથી દીક્ષાર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.