/connect-gujarat/media/post_banners/34a2af46da05425b6ff444f13f6d5e96f32a90d2f5f7c9c37311e78db11dff23.jpg)
ગાંધીનગર ખાતે રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નાણા મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ ચલચિત્ર તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ 46 જેટલી કેટેગરીમાં આશરે 181 કલાકારને ચલચિત્ર પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં ગુજરાતી ચલચિત્ર રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, રેવા અને હેલ્લારોને ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એનાયત થયો છે. ઉલ્લેખનીય છે કે, માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે, ત્યારે નાણામંત્રી કનુ દેસાઈએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત સરકાર 'સીનેમેટિક ટુરિઝમ પોલિસી' ફિલ્મ નિર્માણ ક્ષેત્રે મજબૂત ઇકો સિસ્ટમ ઉભી કરવા પ્રતિબદ્ધ છે.