ગાંધીનગર: હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશનનો પ્રારંભ,93 સરકારી હોસ્પિટલોમાં હેલ્પડેસ્ક બનાવાશે

રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં મળતી સ્વાસ્થ્ય સુવિધાઓ અને દર્દીલક્ષી બનાવવાના લક્ષ સાથે હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશનનો પ્રારંભ કવામાં આવ્યો છે.

ગાંધીનગર: હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશનનો પ્રારંભ,93 સરકારી હોસ્પિટલોમાં હેલ્પડેસ્ક બનાવાશે
New Update

રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં મળતી સ્વાસ્થ્ય સુવિધાઓ અને દર્દીલક્ષી બનાવવાના લક્ષ સાથે હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશનનો પ્રારંભ કવામાં આવ્યો છે.

રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં મળતી સ્વાસ્થ્ય સુવિધાઓ અને દર્દીલક્ષી બનાવવાના લક્ષ સાથે હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કેનેડા બેંકના સહયોગથી દર્દીઓની સુવિધાઓ માટે ગોલ્ફ કાર્ટની સવલતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન અંતર્ગત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની તમામ જી.એમ.ઈ આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ અને પેટા જિલ્લા હોસ્પીટલો ખાતે દર્દીઓ અને દર્દીઓના સગાઓ અને જરૂરી સ્વાસ્થ્ય સેવાઓ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે અને જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી સેવા એ જ સાધનાના મંત્ર સાથે હેલ્પ ડેસ્ક - સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન અંતર્ગત ૯૩ હોસ્પિટલોમાં ફરજ બજાવતા તમામ સંવર્ગના કર્મચારીઓ અધિકારીઓને દર્દી અને તેમના સ્વજનો સાથેના વ્યવહારમાં સુધારો લાવવા માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.આઈ.સી.યુ; ઓ.પી.ડી.અને ઈમરજન્સી સેન્ટર જેવા સ્થળોએ જવા-આવવામાં વ્હીલચેર, સ્ટ્રેચર નો ઉપયોગ કરવો પડતો હતો તેના બદલે હવે આ ગોલ્ફ કાર્ટ આશીર્વાદરૂપ બની રહેશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #launched #hospital #Gandhinagar #Patient Care Improvement Mission #Helpdesks #government hospitals
Here are a few more articles:
Read the Next Article