Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહ્યા હાજર

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા છે.

X

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો હતો ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે ઇ વિધાનસભા એપનું લોંચિંગ કરવામાં આવ્યું હતું

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાડી ભેટ કરી રાષ્ટ્રપતિનું સન્માન કર્યું હતું. તેમજ દ્રૌપદી મુર્મુના હસ્તે ઈ-વિધાનસભા એપ લોન્ચ કરવામાં આવી હતી. ગુજરાતમાં આવવું મારું સૌભાગ્ય છે, આજે ભૂપેન્દ્ર પટેલની સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે એટલે તેમને શુભેચ્છા પાઠવું છું. ગુજરાતે ભારતના ભવિષ્યને જોયું છે. મોરારજી દેસાઈએ દેશના વડાપ્રધાન તરીકે ભૂમિકા ભજવી છે. આપણો દેશ કુશળ નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે. જોકે વિધાનસભા સત્રના પહેલા દિવસે જ વિવાદ થયો હતો અને અમિત ચાવડા, ચૈતર વસાવા, શૈલેષ પરમારે મુખ્યમંત્રી અને મંત્રીઓના સન્માન કરવાની ના પાડી દીધી હતી. તેમજ કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓએ પોસ્ટર સાથે ‘બંધ કરો ભાઈ બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા હતા.

Next Story