/connect-gujarat/media/post_banners/bb7f3905ce58981edf81b7fafd9db53e6c62c44b0685ddb58fd24fed1cc6386e.jpg)
ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાતના દાહોદ, નર્મદા, છોટાઉદેપુર તેમજ વડોદરા કોંગ્રેસ, બીટીપી અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે સામાજિક આગેવાનો તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતી કરે છે. આજે જે કાર્યકરો અન્ય રાજકીય પાર્ટીમાં હતા, તેમાં પરિવારવાદ, જાતિવાદ અને વિકાસના નામે માત્ર ભ્રષ્ટ નીતિ કરતા હતા. જેથી આ કાર્યકરો આજે ભાજપમાં જોડાયા છે.
ગાંધીનગર કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે આ અવસરે ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા તૈયાર કરાયેલ ગીત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રદેશ અધ્યક્ષ ડેશબોર્ડ એપ્સની પણ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બુથ સ્તરેથી માહિતી એકત્ર કરી તમામ ડેટાબેસ એપ્લિકેશનમાં એનાલિસીસ કરવામાં આવનાર છે. જેથી બુથ સ્તરે મતદારોનો સંપર્ક કરી તેમાં ડેટા મુકવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.