/connect-gujarat/media/post_banners/188d572068e3d7ad8a0fa92ebdfe5783cb5ead5f8a9b8dd888317973efb946d4.webp)
રાજ્યમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં વધુ એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો છે. ગાંધીનગરના રાંધેજા-પેથાપર હાઈવે પર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. પૂર ઝડપે કાર ચલાવી રહેલા કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. એકાએક કાર ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં કુલ છ લોકો સવાર હતા. જે પૈકી પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. જ્યારે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
/connect-gujarat/media/post_attachments/6034949b83c9872aeac82e9e0980cea91793751fb95e16522f4d1cae1484b1ea.webp)