ગાંધીનગર : ગુડ સમરીટન બની અકસ્માતગ્રસ્તની જિંદગી બચાવવા લોકોએ આગળ આવવું જોઈએ : મુખ્યમંત્રી

New Update
ગાંધીનગર : ગુડ સમરીટન બની અકસ્માતગ્રસ્તની જિંદગી બચાવવા લોકોએ આગળ આવવું જોઈએ : મુખ્યમંત્રી

અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા પહેલ

સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન રિલોન્ચ કરાય

અકસ્માતની ઘટનામાં પ્રથમ 1 કલાક અગત્યનો : CM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટેની "સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન" ગાંધીનગર ખાતેથી રિલોન્ચ કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રોડ અકસ્માતની ઘટનામાં પ્રથમ એક કલાક ખૂબ અગત્યનો હોય છે, ત્યારે તમામ લોકોએ ગુડ સમરીટન બની મહામૂલી માનવ જિંદગી બચાવવા આગળ આવવું જોઈએ. એટલું જ નહીં, ટ્રાફિક અને રોડ એકસીડન્ટ નિવારવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. સિગ્નલ સિસ્ટમ કે, ટ્રાફિક પોલીસની અનુપસ્થિતિમાં પણ સ્વૈચ્છિક નિયમ પાલન કરી માર્ગ પરિવહનને સુરક્ષિત બનાવવું જોઈએ.

Latest Stories