ગાંધીનગર:રોડ સેફટી તાલીમ શિબિરનો પ્રારંભ, 900 કોડીનેટર થયા સામેલ

ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, રાષ્ટ્રીય સેવા યોજના સેલ તથા ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય માર્ગ સલામતી તાલીમ શિબિરનો આજથી આરંભ થયો છે.

New Update
ગાંધીનગર:રોડ સેફટી તાલીમ શિબિરનો પ્રારંભ, 900 કોડીનેટર થયા સામેલ

ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, રાષ્ટ્રીય સેવા યોજના સેલ તથા ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય માર્ગ સલામતી તાલીમ શિબિરનો આજથી આરંભ થયો છે. જેમાં રાજ્યની વિવિધ યુનિવર્સીટીના એન.એસ.એસના કોઓર્ડિનેટર તથા સ્વયંસેવકો મળી લગભગ ૯૦૦થી વઘુ વ્યક્તિઓ સહભાગી બન્યા છે.

Advertisment

ગાંધીનગર ખાતે યોજાયેલ ત્રિદિવસીય માર્ગ સલામતી તાલીમ શિબિર માં વિવિઘ યુનિવર્સીટીના એન.એસ.એસ કોઓર્ડિનેટર તથા સ્વયંસેવકો મળી લગભગ ૯૦૦થી વઘુ વ્યક્તિઓ સહભાગી બન્યા છે. અકસ્માતની ઘટનામાં માથાના ભાગે ઇજા થવાથી સૌથી વધુ મૃત્યુ થાય છે. જેમાં ૪૫થી ૫૦ ટકા મૃત્યુ આપણે હેલ્મેટના ઉપયોગ દ્વારા નિવારી શકીએ છીએ. ઓવરલોડ સમસ્યાને અટકાવવા જનજાગૃત્તિ કેળવવા માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ માર્ગ સલામતી ક્ષેત્રે લોક જાગૃતિ કેળવવા ના કાર્યમાં એન.એસ.એસના સ્વયંસેવકો યોગદાન આપવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, વર્ષે લગભગ દોઢ લાખ જેટલા લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. સંપૂર્ણપણે તેને રોકી શકાય નહીં, પણ દેખીતી રીતે નિવારી શકાય તેવા અકસ્માત રોકવામાં આપણે સફળ થવું જ પડશે. આ તાલીમ શિબિરમાં રોડ સેફ્ટી કમિશનર લલિત પાડલિયા, ઉચ્ચ શિક્ષણ સંયુક્ત કમિશનર નારાયણ માઘુ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories