Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: 'ધ ગીર પ્રાઇડ ઓફ ગુજરાત'નું ઇન્દ્રોડા સર્કલ પર અનાવરણ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

ગાંધીનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ઇન્દ્રોડા સર્કલ પર ‘ધ ગીર પ્રાઇડ ઓફ ગુજરાત’નું નિર્માણ કરવામાં આવ્યું છે

X

ગાંધીનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ઇન્દ્રોડા સર્કલ પર 'ધ ગીર પ્રાઇડ ઓફ ગુજરાત'નું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ઇન્દ્રોડા સર્કલ પર 'ધ ગીર પ્રાઇડ ઓફ ગુજરાત'નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું અનાવરણ ગુજરાતના ગૃહ તેમજ મહેસુલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલની સાથે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. 'ધ ગીર પ્રાઇડ ઓફ ગુજરાત' એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ભાગ છે અને તેને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહયોગમાં સ્થાપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ લગભગ 55,00 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. જેમાંથી 'ધ ગીરઃપ્રાઇડ ઓફ ગુજરાત' લગભગ 25,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલું છે.

Next Story