ગાંધીનગર : ઇસુદાન સહિત આપના કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજુ કરાયાં, રાયોટીંગની લાગી છે કલમ

જપની મહિલા આગેવાનની છેડતી તથા કમલમમાં મારામારી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિત ઇસુદાન ગઢવી, નિખિલ સવાણી સહિતના આપના કાર્યકરોને મંગળવારે સાંજે ગાંધીનગરની કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં.

New Update
ગાંધીનગર : ઇસુદાન સહિત આપના કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજુ કરાયાં, રાયોટીંગની લાગી છે કલમ

ભાજપની મહિલા આગેવાનની છેડતી તથા કમલમમાં મારામારી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિત ઇસુદાન ગઢવી, નિખિલ સવાણી સહિતના આપના કાર્યકરોને મંગળવારે સાંજે ગાંધીનગરની કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી પર ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે છેડતીનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આમ આદમી પાર્ટીના પુરૂષ અને મહિલાઓ સહિત 70થી વધારે કાર્યકરો સામે ફરિયાદ નોંધી છે. મહિલા કાર્યકરોને ગત રાત્રિના સમયે જ મહીલાઓને જજના નિવાસસ્થાને રજુ કરવામાં આવી હતી જયાં તેમના જામીન ના મંજુર કરાયાં હતાં. બીજી તરફ ઇસુદાન ગઢવી સહિતના પુરૂષ આરોપીઓને મંગળવારે સાંજે કોર્ટમાં રજુ કરાયાં હતાં. સમગ્ર ઘટના અંગે આમ આદમી પાર્ટીના આગેવાન મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, મહિલા નેતાએ છેડતીનો આરોપ લગાવ્યો છે તો ભાજપ વિડીયો કેમ જાહેર કરતું નથી. અમારા નેતાઓને પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હોવાથી અમને ફરિયાદ કરવાનો મોકો જ મળ્યો નથી.

Latest Stories