Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: યૂથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલા ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા, રઘુ શર્મા પર કર્યા ગંભીર આક્ષેપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાત યૂથ કોંગ્રેસનાં પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ તેમના ટેકેદારો સાથે આજે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

X

ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ફટકો

યૂથ કોંગ્રેસના પ્રમુખ જોડાયા ભાજપમાં

વિશ્વનાથ વાઘેલાએ ટેકેદારો સાથે કેસરીયો ધારણ કર્યો

પ્રભારી રઘુ શર્મા પર કર્યા ગંભીર આક્ષેપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાત યૂથ કોંગ્રેસનાં પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ તેમના ટેકેદારો સાથે આજે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

વિશ્વનાથસિંહ વાઘેલાએ 4 સપ્ટેમ્બર, 2022ના રોજ ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું હતું. ત્યાર બાદ ગુજરાત યૂથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે પણ રાજીનામું આપ્યું હતું. આમ 24 કલાકમાં જ બે યુવા નેતાએ રાજીનામાં ધરી દીધા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વિશ્વનાથસિંહ વાઘેલાની કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથેની તસવીરો બહાર આવી હતી. વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમર આજે કમલમ ખાતે કોંગ્રેસના અનેક પૂર્વ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.ભાજપમાં જોડાયા બાદ વિશ્વનાથસિંહ વાઘેલાએ કહ્યું કે, ભાજપની ભારતને અખંડ રાખવાની નીતિ-રીતિથી પ્રેરાઈને ભાજપમાં જોડાયો છું. ભાજપ છેવાડાના માનવી સુધી પહોંચનારી પાર્ટી છે. જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, ભૂક્કા કાઢી નાંખીશું પણ હવે કોંગ્રેસના જ ભૂક્કા નીકળી જવાના છે તેઓ વધુમાં જણાવ્યુ હતું કે રઘુ શર્માના પુત્ર પ્રેમને કારણે મારે રાજીનામું આપવું પડ્યું છે.મારી વિરૂદ્ધ ષડયંત્ર થઈ રહ્યાં હતા.


Next Story