છોટાઉદેપુર : સીંગલદા ગામે ખેતીની આડમાં ગાંજાનું કરાયું વાવેતર,SOGએ 62 લાખથી વધુના લીલા ગાંજા સાથે શખ્સની કરી ધરપકડ

SOGને મળેલી બાતમીના આધારે જ્યારે ખેતરમાં તપાસ કરવામાં આવી ત્યારે 151 ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસે ખેતરમાંથી 124.790 કિલો વનસ્પતિજન્ય લીલો ગાંજો જપ્ત કર્યો

New Update
  • ખેતીની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ

  • ખેતરમાં અન્ય પાક સાથે કરાયું હતું વાવેતર

  • SOGની ટીમ દ્વારા કરવામાં આવ્યું સર્ચ

  • ખેતરમાંથી 124.790 કિલો ગાંજો જપ્ત કરાયો

  • પોલીસે એક શખ્સની કરી ધરપકડ  

છોટાઉદેપુર જિલ્લાના સીંગલદા ગામે ખેતરમાંથી SOGએ  62 લાખથી વધુના લીલા ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સીંગલદા ગામે ખેતર માલિક ભગુ બુઠીયાભાઈ રાઠવાના ખેતરમાં ખેતીની આડમાં ગાંજાના છોડ વાવ્યા હોવાનું સામે આવ્યું હતું. SOGને મળેલી બાતમીના આધારે જ્યારે ખેતરમાં તપાસ કરવામાં આવી ત્યારે 151 ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસે ખેતરમાંથી 124.790 કિલો વનસ્પતિજન્ય લીલો ગાંજો જપ્ત કર્યો હતોજેની બજાર કિંમત અંદાજે રૂપિયા 62.39 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ગાંજાનું બિયારણ  ક્યાંથી લાવવામાં આવ્યું હતુંગાંજો કોને અને ક્યાં સપ્લાય કરવામાં આવવનો હતો,તેમજ આ પાછળ કોઈ મોટા નશા રેકેટનો હાથ છે કે નહીંતે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Latest Stories