/connect-gujarat/media/post_banners/2e501119813d202403e01fa23b6f52feaf75cca27f690f3f1adf9ea8b2bce227.webp)
બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રજૂ કરેલા એફિડેવિટને લઈ પાલનપુરના પૂર્વ મહિલા ધારાસભ્ય રેખાબેન ખાણેચા દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. રેખાબેને કહ્યું હતું કે, વાવની પ્રજા એમ કહે છે કે, એમને દારૂના હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી વસાવી છે.
પૂર્વ મહિલા ધારાસભ્યના આક્ષેપ બાદ આજે ગેનીબેને વળતો પ્રહાર કર્યો હતો. ગેનીબેને કહ્યું હતું કે, કોઈપણ સ્ત્રી કોઈ સામે આક્ષેપ કરે ત્યારે સ્ત્રીએ પદની મર્યાદામાં રહેવું પડે. સાથે પડકાર પણ ફેંક્યો હતો કે, તમે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે ક્યાંય દારૂના અડ્ડા પર રેડ પાડ્યાની હસ્ટ્રી હોય તો જણાવજો હું અભિનંદન આપીશ.