ગીર સોમનાથ : કોડીનારના જાંત્રાખડી ગામે 9 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામમાં હૈયું હચમચાવી નાંખતી ભયંકર ઘટના બની ગઇ હતી.

ગીર સોમનાથ : કોડીનારના જાંત્રાખડી ગામે 9 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી
New Update

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામમાં હૈયું હચમચાવી નાંખતી ભયંકર ઘટના બની ગઇ હતી. માત્ર 9 વર્ષની કૂમળી વયની બાળા પર નરાધમે એવી રીતે પાશવી દુષ્કર્મ આચરી તેનું મોત નિપજાવ્યું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામના એક પરિવારમાં પતિ બહારગામ રહે છે. અને પત્ની મજૂરી કરે છે. આજે એ પરિવારની 8 વર્ષીય બાળકીની માતા રામરોટી લેવા ગઇ હતી. ત્યારે સવારે 10 વાગ્યે પાડોશીએ બાળકીને ગામમાં સેવ લેવા મોકલી હતી. રસ્તામાં નરાધમનું ઘર આવે છે. આથી નરાધમે પણ બાળકીને પૈસા આપી પોતાના માટે વસ્તુ માંગવી હતી . બજારમાંથી આ બધી વસ્તુ લઈ બાળકી પરત ફરતી વખતે નરાધમના ઘરમાં વસ્તુ આપવા ગઇ હતી. તે સમયે નરાધમ ઘરમાં એકલો હતો. 8 વર્ષની માસૂમ બાળાને જોતાં તે હેવાન બની ગયો હતો. તેને બાળકીને ઘરમાં ખેંચી જઇ દરવાજો બંધ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને બાળકોને મોતને ઘાટ ઉતારી હતી ત્યારે જંત્રાખડી ગામ આખું ભેગું થયું અને પોલીસ સમક્ષ આરોપીને ફાંસી ના માંચડે ચડાવવા માંગ કરવામાં આવી છે સાથે જ નરાધમના કાકી અને પિતરાય ભાઈએ પણ ફાંસીની માંગ કરી હતી.

કોઈને જાણ ન થાય એ માટે તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી લાશને કોથળામાં ભરી જંત્રાખડી 66 કેવી સામે પાળાની પાછળ અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. બનાવ અંગે ગામ લોકોએ કોડીનાર પોલીસમાં જાણ કરતાં કોડીનાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બનાવની ગંભીરતાને લઇ એએસપીએ જાતે તપાસ માટે જંત્રાખડી દોડી આવ્યા હતા. અને આરોપીને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે બાળકી પર દુષ્કર્મ આચરતી વખતે મોઢે ડૂમો દઇ દીધો હતો. જેથી ઘટનાસ્થળે જ તે મૃત્યુ પામી હોઇ શકે એવું મનાઇ રહ્યું છે.

#ConnectGujarat #BeyondJustNews #accused #Gir Somnath #Kodinar #killed #raped #9-year-old girl #Jantrakhadi village
Here are a few more articles:
Read the Next Article