ગીર સોમનાથ: વર્ષોથી ચાલતી આવતી જુની પરંપરા પ્રમાણે પ્રશ્નાવડા ગામે પ્રાચીન ગરબાનું આયોજન

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ના પ્રશ્નાવડા ગામ ખાતે ભવાની ગરબી મંડળ દ્વારા  પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમે છે.

New Update
નવરાત્રીના પર્વની ઠેર ઠેર ઉજવણી
ગીર સોમનાથ જિલ્લામાં આયોજન
પ્રશ્નાવાડા ગામે પ્રાચીન ગરબાનું આયોજન
વર્ષોથી ચાલી આવે છે પરંપરા
મોટી સંખ્યામાં ખેલૈયાઓ લે છે ભાગ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના ના પ્રશ્નાવડા ગામ ખાતે ભવાની ગરબી મંડળ દ્વારા  પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમે છે.
માઁ આધ્યશક્તિની આરાધનાનાં મહાપર્વ નવલી નવરાત્રિના પ્રારંભ થીજ ભક્તોમાં શ્રધ્ધા જોવા મળે ત્યારે નવરાત્રિના દિવસોમા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે  માઁ આધ્યશક્તિની દિવ્ય શણગાર સાથે પુજન અર્ચન સહિતનાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ ઉત્‍સવ દરમ્‍યાન સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ ખાતે પણ શેરીઓમાં - પોળોમાં  ગરબે ઘુમવા ઉમટી પડે છે
 વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓ જગદંબાના વિવિધ પ્રકારના સ્વરૂપમાં અને બાળકો કાઠીયાવાડી પહેરવેશમાં રાસ ગરબા રમે છે
#organized #old tradition #Ancient garba
Here are a few more articles:
Read the Next Article