ગીર સોમનાથ : સુત્રાપાડા નજીક દરિયા કિનારે કાચબા અને માછલીઓના મોત, કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ...

અસંખ્ય દરિયાઈ જીવોના મૃતદેહ સમયાંતરે મળી આવતા હોય છે ત્યારે સુત્રાપાડા નજીક દરિયા કિનારે અસંખ્ય જળચર પ્રાણીઓના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે

New Update
ગીર સોમનાથ : સુત્રાપાડા નજીક દરિયા કિનારે કાચબા અને માછલીઓના મોત, કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ...

ગીર સોમનાથના સુત્રાપાડા નજીક દરિયા કિનારે અસંખ્ય જળચર પ્રાણીઓના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે, ત્યારે સ્થાનિક ઔધોગીક એકમ GHCL દ્વારા દરિયામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.  ગીર સોમનાથના દરિયા કિનારે અસંખ્ય દરિયાઈ જીવોના મૃતદેહ સમયાંતરે મળી આવતા હોય છે ત્યારે સુત્રાપાડા નજીક દરિયા કિનારે અસંખ્ય જળચર પ્રાણીઓના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. સુત્રાપાડા સ્થિત ગુજરાત હેવી કેમીકલ્સ લિમિટેડ(GHCL) નામના ઔદ્યોગિક એકમની નજીકમાં આવેલા સમુદ્રના કિનારે વહેલી સવારે વોકિંગમાં નીકળેલા સ્થાનિક જયદીપસિંહ બારડ નામના વ્યક્તિના ધ્યાને આ ગંભીર મુદ્દો આવ્યો હતો.

સ્થાનિકો દ્વારા ઔદ્યોગિક એકમ પર કરાયેલા ગંભીર આક્ષેપને પગલે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. જે દરિયાઈ કાચબા છે તે શિડ્યુલ વનમાં આવતા હોવાથી વન વિભાગે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. GHCL કંપનીએ નજીકના સમુદ્ર કિનારે પડેલા કાચબાના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ ઔદ્યોગિક એકમો દ્વારા દરિયાઈ પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. જેને અટકાવવું ખૂબ જ જરૂરી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિતનું તંત્ર ઔદ્યોગિક એકમો સામે કેવી કડક કાર્યવાહી કરે છે તે હવે જોવુ રહ્યુ.

Latest Stories