ગીર સોમનાથ : જોખમી રીતે પરિવહન કરતા વાહનો સામે જિલ્લા કલેકટરની કડક કાર્યવાહી,ત્રણ માસમાં 674 વાહનોને દંડ ફટકાર્યો

ગીર સોમનાથ જિલ્લામાં જોખમી રીતે દોડતા ભારદારી વાહનો સામે જિલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી,અને ત્રણ મહિનામાં 674 વાહનો સામે રૂપિયા 33.24 લાખની દંડાત્મક કાર્યવાહી કરી હતી.

New Update
  • જોખમી રીતે પરિવહન કરતા વાહનોનો મામલો 

  • જિલ્લા કલેકટરે આપ્યા કડક કાર્યવાહીના આદેશ

  • મોટા પથ્થરનું અતિ જોખમી પરિવહન પણ આવ્યું સામે

  • RTO દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી

  • ત્રણ માસમાં 674 વાહનો સામે કરવામાં આવી કાર્યવાહી

  • રૂપિયા 33.24 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો

ગીર સોમનાથ જિલ્લામાં જોખમી રીતે દોડતા ભારદારી વાહનો સામે જિલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી,અને ત્રણ મહિનામાં 674 વાહનો સામે રૂપિયા 33.24 લાખની દંડાત્મક કાર્યવાહી કરી હતી.

ગીર સોમનાથ જિલ્લામાં જોખમી રીતે પરિવહન કરવામાં આવી રહ્યું હતું,જે અંગેની જાણ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને થતા તેઓ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી.જેના કારણેRTO દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન એક માસમાં 220 વાહનો સામે કાર્યવાહી કરીને રૂપિયા 13.57 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો,જ્યારે જિલ્લા કલેકટરની તપાસ દરમિયાન જે ટી નિર્માણના કામમાં મસમોટા પથ્થરોનું પરિવહન અતિ જોખમી રીતે કરવામાં આવતુ હોવાનું પણ જાણવા મળ્યું હતું.ત્યાર બાદ જિલ્લા કલેકટર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા.જાહેર માર્ગ પર જોખમી રીતે દોડતા વાહનો સામેની કાર્યવાહીમાં છેલ્લા ત્રણ મહિનામાં 674 વાહનો સામે રૂપિયા 33.24 લાખની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. 

Read the Next Article

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની RK વકીલ શાળાના 500 વિદ્યાર્થીઓને યુનિફોર્મ- બુટનું વિતરણ કરાયુ, હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રોલાઈફ ફાઉન્ડેશનનું સેવાકાર્ય !

શાળામાં અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બુટ કોસંબાના હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા આપવમાં આવ્યા

New Update
  • હાંસોટના ઇલાવ ગામે આવેલી છે શાળા

  • આર.કે.વકીલ હાઈસ્કૂલ શાળામાં યોજાયો કાર્યક્રમ

  • વિદ્યાર્થીઓને યુનિફોર્મ-બુટનું વિતરણ કરાયુ

  • હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટ- પ્રો લાઈફફાઉન્ડેશનનું સેવા કાર્ય

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 500થી વધુ બાળકોને હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા યુનિફોર્મ તેમજ બુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત આર.કે.વકીલ હાઇસ્કુલ અને આલકા પ્રાઇમરી શાળા આવેલી છે આ શાળામાં અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બુટ કોસંબાના હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા આપવમાં આવ્યા છે.હેમલતાબહેન ચેરીટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તો પ્રોલાઈફ ફાઉન્ડેશનના કરણ જોલી, યોગેશ પારિક અને તેમની ટીમ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આ માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે.
યુનિફોર્મ વિતરણનો આજરોજ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહ,હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ,મંડળના પ્રમુખ તુષાર પટેલ, ઉપ-પ્રમુખ ઉમેદભાઈ પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ, પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અને મંડળના સભ્ય જય વ્યાસ, મંડળના સલાહકાર ચંદ્રકાન્ત ભટ્ટ, રાજેન્દ્ર કઠવાડીયા, શાળાના આચાર્ય ધર્મેશ જોશી પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત શાળા પરિવાર તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળકોને યુનિફોર્મ તેમજ બુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ પર્યાવરણની જાળવણીના હેતુસર વૃક્ષારોપાણ કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા હેમલતા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રોલાઇફ ફાઉન્ડેશનના આગેવાનોનું શાલ ઓઢાડી,સન્માન પત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.