Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : પારંપરિક પોષાકમાં સજ્જ થઈ તમિલ બંધુઓએ કરી નૂતન વર્ષ ‘પુથાંડૂ વઝથુકલ’ની ઉજવણી...

X

ગીર સોમનાથ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો પ્રારંભ પૂર્વે પારંપરિક પોષાકમાં સજ્જ થઈ તમિલ બંધુઓએ નૂતન વર્ષ ‘પુથાંડૂ વઝથુકલ’ની ભવ્ય ઉજવણી કરી હતી. ગીર સોમનાથ જીલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી તા. 17 એપ્રિલથી શુભારંભ થઈ રહેલ સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંગે લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે, ત્યારે આજે સોમનાથમાં તમિલ નૂતન વર્ષ ‘પુથાંડૂ વઝથુકલ’ નિમિત્તે પારંપરિક પોષાકમાં સજ્જ થઈ તમિલ બંધુઓએ ભગવાન કાર્તિકેય સ્વામીની પૂજા કરી હતી. સોમનાથના ભીડિયા વિસ્તારમાં આવેલા આરાધ્ય દેવ કાર્તિક સ્વામીના મંદિરે તમિલ નૂતન વર્ષ નિમિત્તે સોમનાથ તમિલ સમાજના ભાઈઓ-બહેનોએ પૂજન વિધિ કરી અને સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં પધારી રહેલા તમિલનાડુના પોતાના ભાઈઓ-બહેનોને આમંત્રણ આપ્યું હતું.

Next Story