Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: પાકિસ્તાની જેલમાં બંધ માછીમારો પરત વતન ફરતા સર્જાયા લાગણી સભર દ્રશ્યો

પાકિસ્તાનની જેલમાં બંધ 20 જેટલા માછીમારો પરત વતન ફરતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા

X

પાકિસ્તાનની જેલમાં બંધ 20 જેટલા માછીમારો પરત વતન ફરતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. માછીમારોને વાઘા બોર્ડર ખાતે થી ફિશરીઝ વિભાગની ટિમ દ્વારા વેરાવળ ખાતે લાવવામાં આવ્યા હતા

ગીર સોમનાથ સમુદ્ર જળ સીમા પર માછીમારી માટે જતા ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરી જેલમાં ધકેલી દેવાય છે. ત્યારે ભારત સરકાર દ્વારા સમયાંતરે પાકિસ્તાનમાંથી માછીમારોને મુક્ત કરાવવા કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત હાલ પાકિસ્તાન સરકાર દ્વારા 20 જેટલા માછીમારોને મુક્ત કરાયા છે.માછીમારોનું વેરાવળ ખાતે પરિવાજનો સાથે મિલન થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.જોકે હજુ 580 માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે. જયારે મુક્ત કરાયેલ માછીમારોને વાઘા બોર્ડર ખાતે થી ફિશરીઝ વિભાગની ટિમ દ્વારા વેરાવળ ખાતે લાવવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનોને કબજો સોંપવા માં આવ્યો છે.છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાની જેલમાં યાતના ભોગવતા નવાબંદરના માછીમાર બાબુ કરશનના પિતા નામમાં ભુલના કારણે ફસાયા હતા ત્યારે હજુ પણ અનેક માછીમારો પાક જેલમાં યાતના ભોગવી રહ્યા છે.

Next Story