દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કની તમામ ગતિવિધિઓ પર રહેશે નજર, ગીર સોમનાથ વન વિભાગે કર્યું સેટેલાઈટ ટેગિંગ

સુત્રાપાડાના દરિયામાં સાગરખેડુની મદદથી વન વિભાગને દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કનું સેટેલાઈટ ટેગિંગ કરવામાં સફળતા મળી છે.

દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કની તમામ ગતિવિધિઓ પર રહેશે નજર, ગીર સોમનાથ વન વિભાગે કર્યું સેટેલાઈટ ટેગિંગ
New Update

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના દરિયામાં સાગરખેડુની મદદથી વન વિભાગને દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કનું સેટેલાઈટ ટેગિંગ કરવામાં સફળતા મળી છે.

દુનિયાની સૌથી મોટી માછલી ગણાતી વ્હેલ શાર્કનો ખોરાક સૌથી નાની માછલી અને નાના જીવજંતુઓ હોય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે તેમને પૂરતો ખોરાક મળી રહે છે. જેથી અવારનવાર વ્હેલ શાર્ક સોરઠ પંથકના દરિયા કિનારે આવી ચઢે છે. ગીર સોમનાથ જિલ્લા વન વિભાગ દ્વારા સુત્રાપાડાના દરિયામાં વધુ એક વ્હેલ શાર્કને સેટેલાઈટ ટેગિંગ કરવામાં સફળતા મળી છે‌. વ્હેલ શાર્કને બચાવવા માટે ખૂબ મોટા અભિયાનો ચાલી રહ્યા છે. સિંહને જેમ રાષ્ટ્રીય કક્ષાએ મહત્વ મળ્યું છે, તેમજ દરિયાઈ જીવસૃષ્ટિમાં વ્હેલ શાર્કને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જેને બચાવવા માટેના અનેક અભિયાનનો ચાલી રહ્યા છે. વનવિભાગ દ્વારા વ્હેલ શાર્કના કન્ઝર્વેશન માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા વેરાવળના દરિયામાં એક વ્હેલ શાર્કને સેટેલાઈટ ટેગિંગ કરવામાં સફળતા મળી હતી. ત્યારબાદ વન વિભાગ વ્હેલ શાર્કને સેટેલાઈટ ટેગિંગ કરવા માટેના પ્રયાસો કરી રહ્યું હતું. તેવામાં ગત તા. 18 એપ્રિલના રોજ સુત્રાપાડાના દરિયામાં વ્હેલ શાર્કનું સફળતાપૂર્વક સેટેલાઈટ ટેગિંગ કરવામાં આવ્યું છે. જુનાગઢ DCFએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે અનેકવાર વ્હેલ શાર્ક આવી ચઢે છે. જેમાં માંગરોળ, વેરાવળ, ઉના, સુત્રાપાડા, કોડીનાર, દીવ સહિતના દરીયાઈ વિસ્તારોમાં વ્હેલ શાર્ક જોવા મળે છે. વ્હેલ શાર્ક આ વિસ્તારમાં ઈંડા પણ મુકે છે. આ ઉપરાંત વ્હેલ શાર્કની તમામ ગતિવિધિઓ જેમાં તે કયા વિસ્તારમાં વધુ વસવાટ કરે છે, કયા વિસ્તારમાં ઈંડા મુકે છે, કેવો વિસ્તારો તેમને વધુ પસંદ હોય છે, આવા અનેક અભ્યાસો માટે સેટેલાઈટ ટેગિંગ ખૂબ જ જરૂરી હતું, ત્યારે હવે વન વિભાગને વ્હેલ શાર્કની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં સેટેલાઈટ ટેગિંગ વધુ ઉપયોગી સાબિત થાય તેમ છે.

#Gujarat #CGNews #forest department #Gir Somnath #satellite #tagging #movements #whale shark
Here are a few more articles:
Read the Next Article