Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રીબાઈ માતાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો...

તાલાલા-ગીર ખાતે પૌરાણીક પ્રજાપતી સમાજના આરાધ્ય શ્રીબાઈ માતાજીના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

X

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા-ગીર ખાતે પૌરાણીક પ્રજાપતી સમાજના આરાધ્ય શ્રીબાઈ માતાજીના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા-ગીર પંથકમાં શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર એવા પૌરાણીક પ્રજાપતી સમાજના આરાધ્ય શ્રીબાઈ માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નૂતન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક મહિના પહેલા 22 તારીખે જ હિંદુધર્મના આસ્થાના પ્રતિક એવા અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની સ્થાપના થઈ હતી, અને બરાબર એક મહિના બાદ 22 તારીખના રોજ શ્રીબાઈ માતાજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે. માતાજી ધર્મસ્થાનના રૂ. 16 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે તેની વિગતો આપી મંદિર ખાતે સ્થાપિત 4 હજાર કિલો ગ્રામના ઘંટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી ડિજિટલી લોકાર્પણ કર્યું હતું. પ્રવાસન મંત્રી મૂળૂ બેરાએ જણાવ્યુ હતું કે, ગીરનાર અને હરિ અને હરનો સમન્વય ધરાવતી ભૂમિ પર આઈકોનિક ગ્રેટર ગીર યોજના હેઠળ શ્રીબાઈ ધામને વિકસાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા સાસણ, ગીર અને ગીરની આસપાસના ક્ષેત્રમાં ઐતિહાસિક સ્થળમાં પણ વિકાસ થાય તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે. આ માટે આઈકોનિક ગ્રેટર ગીર પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, અને આગામી સમયમાં શ્રીબાઈ આશ્રમ ખાતે કમ્પાઉન્ડ વોલ, સ્કલ્પચર, આર્ટ, પેવરબ્લોક, રિવરફ્રન્ટ, ઘાટ તેમજ પ્રવાસીઓ માટેની અન્ય સુવિધાઓને પણ વિકસાવવામાં આવનાર છે.

Next Story