ગીર સોમનાથ: કાજલી ગામ લોકભાગીદારીની પ્રયોગશાળા બન્યું

કાજલીગામે લોકભાગીદારીનો ઉત્તમ નમૂનો, ગ્રામપંચાયત ઘર બનાવવા ખેડૂતે જમીન દાનમાં આપી.

New Update
ગીર સોમનાથ: કાજલી ગામ લોકભાગીદારીની પ્રયોગશાળા બન્યું

ગીર સોમનાથના કાજલી ગામમાં પંચાયત ઘર બનાવવા ધરતીપુત્રએ જમીન દાનમાં આપી છે. સોમનાથ મહાદેવ મંદિરથી માંડ ૩ કિમી દૂર આવેલ કાજલીમાં ગામમાં અદ્યતન પંચાયત ઘરના નિર્માણમાં સરપંચે પણ રૂપિયા 10 લાખ પોતાના ઉમેર્યા હતા.

સાંપ્રત સમયમાં જમીનના દાન કિસ્સા બહુ જૂજ સામે આવે છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કાજલી ગામે એક ખેડૂત પરિવારે ગામના સર્વાંગી વિકાસ માટે પોતાની ખેતીની જમીનમાંથી ગ્રામ પંચાયત ભવન બનાવવા કિંમતી જમીનનું દાન કર્યાનું સામે આવ્યું છે. ગામના ખેડૂત રામસિંગભાઈ ઝાલા પરિવાર પંચાયત ઘર માટે પોતાની અમૂલ્ય ખેતીની જમીન ગામ માટે દાનમાં આપી છે.ગામ માં અદ્યતન ગ્રામ પંચાયત ના નિર્માણ માટે પૂરતી જમીનના અભાવ વચ્ચે છેલ્લા દસ વર્ષથી સરપંચ સહિતના ગ્રામજનો મહેનત કરતા હતા ત્યારે ઝાલા પરિવાર ગામ નું ઋણ ચૂકવવાનો ભાવ રજૂ કરી રહ્યા છે.

કાજલી ગામના યુવા સરપંચ મેરગ બારડ ના જણાવ્યા મુજબ નાના ખેડૂત પરિવાર જમીનનું દાન કર્યું છે મહત્વ ની વાત તો એ છે કે, જમીનનું દાન આપનાર રામસિંગ ઝાલા ન તો ક્યાંય રાજકીય રીતે હોદ્દેદાર છે કે ન તો ક્યારેય કોઇ ચૂંટણી લડ્યા છે. આથી રાજકીય કે અન્ય કોઇ રીતે લાભ લેવાની ગણતરી વિના નિઃસ્વાર્થ ભાવે તેમણે જમીન આપી છે. સરકાર તરફથી રૂપિયા 12 લાખની ભવન નિર્માણ માટે ગ્રાન્ટ મળી આમ છતાં અદ્યતન અને સંપૂર્ણ સુવિધા માટે 10 લાખ ની રકમ ઘટતા સરપંચ તરીકે પોતે પણ સહભાગી બન્યા હતા.

કાજલી ગામે નિર્માણ પામનાર સચિવાલય એસી થી સજ્જ છે. અઘતન ફર્નિચર , વૃક્ષારોપણની હરિયાળીથી તેને સુશોભીત કર્યું છે. સાથે વિકાસની હરણ ફાળ ભરતા કાજલી ગામમાં ત્રણ કોમ્યુનિટી હોલ, કલાત્મક પ્રવેશદ્વાર, ઘરે ઘરે નળ કનેક્શન, વીજળી, રોડ રસ્તા સહિતની તમામ સુવિધાઓથી સજ્જ બનેલ છે.

Latest Stories