Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: કારડીયા રાજપૂત સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 33 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા

ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે પ્રાચી ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

X

ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે પ્રાચી ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

દર વર્ષની પરંપરા મુજબ ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે પ્રાચી ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા આ વર્ષે પણ છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ શ્રીસુરાપુરા ધામ ભોળદના દાનભા બાપુ તેમજ સમાજના રાજકીય સામાજીક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં સમાજની વાડી ટીબડી - પ્રાચી મુકામે યોજાયો હતો.સમુહ લગ્નોત્સવના આ મંગલ ઉત્સવમાં તાલાલા, વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર તાલુકાની 33 દીકરીઓ જોડાઈ હતી. પ્રભુતામાં પગલા પાડી નૂતન દાંપત્ય જીવનનો શુભારંભ કરી રહેલ 33 નવદંપતીને શુભ આશિષ આપવા શ્રી સુરાપુરા ધામ ભોળાદથી દાનભા બાપુ તેમજ અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ, પૂર્વ મંત્રી લખમણ પરમાર, ધારાસભ્ય ગોવિંદ પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ બારડ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા

Next Story