Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : અમૃત સમો કેસર કેરીનો સ્વાદ થયો "કડવો", કેરીના બગીચા વિરાન બનતા આવકમાં ઘટાડો.

કેસર કેરી એ કહી ખુશી, કહી ગમ જેવો ઘાટ સર્જ્યો 80 ટકા જેટલા કેસર કેરીના બગીચા વિરાન બન્યા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આવકમાં ઘટાડો

X

ગીર સોમનાથ જિલ્લાના તલાલા માર્કેટિંગ યાર્ડમાં 16 દિવસમાં કેસર કેરીના માત્ર 50 હજાર બોક્સની આવક થઈ છે. આ વર્ષે કેસર કેરીના વિક્રમજનક ભાવના કારણે 4 કરોડ રૂપિયાની ઉપજ થયાનો અંદાજ છે. જોકે, ગત વર્ષે હરાજી શરૂ થયાના પ્રથમ 16 દિવસમાં 2 લાખ બોક્સ આવ્યા હતા, જેની સરખામણીએ ચોથા ભાગની કેરી હાલ માર્કેટિંગ યાર્ડમાં પહોચી શકી છે.

જોકે, આ વર્ષે માર્કેટિંગ યાર્ડમાં તા. 26મી એપ્રીલથી કેસર કેરીની સીઝન શરૂ થઈ હતી. 16 દિવસમાં યાર્ડમાં 10 કીલોના માંડ 50 હજાર બોક્સની આવક થઇ છે, જ્યારે ગત વર્ષે પ્રથમ 16 દિવસમાં યાર્ડમાં 10 કિલોના 2 લાખથી પણ વધુ બોક્સની આવક થઇ હતી. તલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીના પાકને પ્રથમ તો તાઉતે વાવાઝોડાએ નુકશાન પહોચાડ્યું છે. તો સાથે જ ગ્લોબલ વોર્મિંગ અને વિવિધ રોગના કારણે કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.

તલાલા પંથકના 45 ગામમાં આવેલ 15 લાખથી પણ વધુ કેસર કેરીના આંબાના વૃક્ષો પૈકી માત્ર 20 ટકા આંબામાં કેરીનો ફાલ આવ્યો છે. સતત બીજા વર્ષે પણ મોઢે આવેલો કોળિયો છીનવાતા ખેડૂતોમાં હતાશા જોવા મળી છે. ઓછા પાક ઉત્પાદનના કારણે તલાલા માર્કેટીંગ યાર્ડમાં વેચાણમાં આવતી કેરીના ભાવ વિક્રમજનક સપાટીએ પહોચ્યા છે, જ્યારે બાકીના 80 ટકા કેસર કેરીનાં બગીચાઓ વિરાન બની ચૂક્યા છે.

Next Story