ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં જત્રાખડી ગામે ગોસ્વામી સમાજની ૮ વર્ષની બાળાપર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારવાના બનાવના ઝાલાવાડમાં પડઘા પડ્યા છે.ત્યારે લીંબડી અને મૂળી ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા મામલતદારને આવેદન પાઠવી ગુનો આચરનાર નરાધમને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. જે મામલે આરોપીને કોર્ટ 6 દિવસના રિમાન્ડ આપ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતાં આજે પોલીસે આરોપી સામજી સોલંકીને કોડીનાર સરકારી દવાખાને મેડિકલમા લવાયો હતો. બીજી તરફ આખો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમા ચલાવવા અને આરોપીને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા મળે તે હેતુથી કોડીનાર તાલુકા ભરના તમામ ગામોના સરપંચોએ આજે કોડીનાર મામાલદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં લગભગ 50 થી પણ વધુ ગામના સરપંચો મામલતદાર કચેરી પહોંચી આવેદન પત્ર પાઠવી ફાંસીની માંગ કરાય હતી.
સમગ્ર ગુજરાતમા ચકચાર મચાવનાર જંત્રાખડી દુષ્કર્મના આરોપીને રાજ્યભરમાંથી ફાંસી સજાની માંગ થઈ રહી છે. તો બીજી તરફ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કનગડ અને દિલીપ બારડ સહિતના આગેવાનોએ આજે જંત્રાખડી ગામે જઈ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. અને પરિવારને સાંત્વના પાઠવી બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા પીડિત પરિવારને 2 લાખ રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી હતી. તેમજ પીડિત પરિવારને આશ્વાશન આપવામાં આવ્યું છે કે આરોપી ને તાત્કાલિક સજા મળે તેવા સરકાર પ્રયાસો કરી રહી છે. જેનું સીધું મોનીટરીંગ જાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે. અને આગામી દિવસોમાં ગૃહ રાજ્યમંત્રી પણ પીડીત પરિવારના સભ્યોની મુલાકાત લેશે અને સાંત્વના પાઠવશે...