ગીર સોમનાથ : ઉનામાં નકલી ઘી બનાવતા વેપારીની દુકાન અને ઘરમાં પોલીસની રેડ, 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update
ગીર સોમનાથ : ઉનામાં નકલી ઘી બનાવતા વેપારીની દુકાન અને ઘરમાં પોલીસની રેડ, 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

ઉનામાં દેશી બનાવટી નકલી ઘીનો જથ્થો ઝડપાયો

પોલીસે રહેણાક વિસ્તારમાં પાડ્યો દરોડો

રૂ 3 લાખની વધુનો મુદામાલ કબ્જે કરી એક શખ્શની કરી અટકાયત

ઉનામાં નકલી ઘી બનાવતા વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે ત્યારે ઉના પોલીસે લુહાર ચોકમાં આવેલ રહેણાકીય મકાન તેમજ આનંદ બજારમાં આવેલ પ્રોવિઝન સ્ટોરમાં વહેલી સવારે રેડ કરતા મોટી માત્રામાં શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આગામી તહેવારોને લઈ ઉના શહેર તેમજ આસપાસના ગામોમાં બનાવટી ઘી અને માખણનો વેપલો બેફામપણે ચાલી રહ્યો છે, ત્યારે ઉનામાં નકલી ઘી બનાવતા વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા ત્યારે ઉના પોલીસે લુહાર ચોક માં આવેલ રહેણાકીય મકાન તેમજ આનંદ બજારમાં આવેલ પ્રોવિઝન સ્ટોરમાં ઉના પોલીસે વહેલી સવારે રેડ કરતા મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ ઉના પોલીસ સ્ટેશનના પીઆઇ એન.કે ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ ઉના શહેરમાં દેશી બનાવટી ઘીનો જથ્થો પકડી પાડવા સુચના આપવામા આવી હતી. ત્યારે ઉના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના પોલીસ સબ.ઇન્સ.સી.બી જાડેજા તથા એ એસ આઈ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પ્રદીપસિંહ રાયજાદા, વિજય રામ, નલિન સોલંકી, કૌશિકસિંહ વાળા, અભેસિંહ ચૌહાણ, રાહુલ છેલના સહિતનો સ્ટાફ ઉના પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા. તે દરમિયાન સયુંક્ત બાતમીના આધારે હકીકત મળી હતી કે, ઉનાના આનંદ બજારમાં આવેલ શ્રી જય અંબે પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવનાર વેપારી પોતાના લુહાર ચોકમાં આવેલ રહેણાંકીય મકાનમાં ઉપરના માળે શંકાસ્પદ ઘી બનાવી વેચાણ કરતો હોય ત્યારે ઉના પોલીસ સ્ટાફે વહેલી સવારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ઘરમાં ઘી બનાવવા માટેની સાધન સામગ્રી, જીલ મિલ તેલના ડબ્બા,બે ચુલા, ત્રણ ગેસના બાટલા સહિતનો કુલ 3 લાખથી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ઉનાના ભરચક વિસ્તારમાં આવેલ આનંદ બજાર અને લુહાર ચોક વિસ્તાર માંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી બનાવવા માટેની મીની ફેક્ટરી ઝડપાતા બજારમાં નકલી ઘી માખણ વેચતા વેપારીઓ ટપોટપ દુકાનો બંધ કરી નાસી જતાં ફફડાટ ફેલાયો હતો.

Latest Stories