Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા “શહિદ વંદના વિરાંજલી યાત્રા”નો પ્રારંભ...

સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા કોડીનાર પહોંચી હતી, જ્યાં પણાદર ગામે શહીદ વંદના કરી હતી.

X

જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી યાત્રાનું આયોજન

રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા શહિદ વંદના વિરાંજલી યાત્રા

શહીદવીરોના પરિવારને સાંત્વના સાથે સન્માન રાશી અર્પણ કરાશે

માઁ ભોમની રક્ષા કાજે જે વીર સપૂતો શહિદ થયા છે. તેઓના પરિવારને સાંત્વના આપવા તેમજ શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવાના શુભ આશય સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા શહિદ વંદના વિરાંજલી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે...

દેશના સીમાડાને સુરક્ષિત રાખવા પોતાના જીવનું બલિદાન આપતા શહીદવીરોના સન્માન સાથે તેમના પરિવારજનોને સાત્વના હેતુ રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી શહિદ વંદના વિરાંજલી યાત્રાનો પ્રારંભ થયો હતો. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા કોડીનાર પહોંચી હતી, જ્યાં પણાદર ગામે શહીદ વંદના કરી હતી. રાજપુત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજીત આ યાત્રા અંગે સંસ્થાના અધ્યક્ષ લક્ષમણસિંહ યાદવે જણાવ્યું હતું કે, શહીદ વિરોને વિશેષ સન્માન માટે ખાસ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા 3 દિવસ સુધી ગુજરાતના જુદા જુદા શહેરોમાં કે, જ્યાં શહીદવીરોના પરિવારના ઘરે ઘરે જશે અને તેમના પરિવારજનોને સાંત્વના સાથે સન્માન રાશી અર્પણ કરશે...

Next Story