ગીર સોમનાથ: ઘટવાડમાં રૂદ્રેશ્વર ભારતી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

રાજ્ય સહિત દેશભરમાં આજરોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી, ઘટવાડના રૂદ્રેશ્વર ભારતી આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી.

New Update
ગીર સોમનાથ: ઘટવાડમાં રૂદ્રેશ્વર ભારતી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાનરૂપી દિપક પ્રગટાવનાર મહાપુરુષ એટલે ગુરુ અને આજે રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથના ઘટવાડ ખાતે પણ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી.

આજે સમગ્ર ભારત સહિત વિદેશોમાં પણ ગુરુપૂર્ણિમાનું અનેરું મહત્વ છે ત્યારે ગીર સોમનાથના ઘટવાડ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી. ગુરુની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી, દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરૂએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યું છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરૂએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે. તેથી ગુરૂનો મહિમા માતા-પિતાથી પણ ઉપર છે. આજે અષાઢ સુદ પુનમ છે. પ્રચલિત ભાષામાં આપણે તેને ગુરૂપૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ.

આજની વરવી વાસ્તવિકતા એ છે કે પૂર્ણિમાનું મહત્વ ભલે ગમે એટલું આંકીએ પણ સાચા ગુરુ મળવા અઘરા છે આદિ અનાદિ કાળથી ગુરુપૂર્ણિમાનું મહત્વ રહેલું છે ત્યારે આજે ઘટવાડ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી જેમાં સમાધિ પૂજન, સત નારાયણ કથા સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories