Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : સાગર પરિક્રમા યાત્રાનો કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવાયો.

જિલ્લાના માંગરોળ બંદરેથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાના વિશેષ ઉપસ્થિતિમાં સાગર પરિક્રમા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

X

ગીર સોમનાથ જિલ્લાના માંગરોળ બંદરેથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાના વિશેષ ઉપસ્થિતિમાં સાગર પરિક્રમા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સાગર પરિક્રમા યાત્રાના બીજા ચરણની શરૂઆત ગીર સોમનાથ જિલ્લા નજીકના માંગરોળ બંદરેથી થઈ છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષપદે આ યાત્રા ગુજરાતના 1600 કિલોમીટર સમુદ્ર તટને આવરી લેશે. આ યાત્રા આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા બંદરે આવી પહોંચી હતી. કોસ્ટગાર્ડની શિપ દ્વારા મૂળ દ્વારકા બંદરે કેન્દ્રીય મંત્રી સાથેનો કાફલો આવી પહોંચતા સ્થાનિક અગ્રણીઓએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ભારતીય સાગરખેડુઓના જીવનને સમજવા તેમજ માછીમારોના કલ્યાણની ભાવના સાથે સાગર પરિક્રમા યાત્રાના બીજા ચરણની શરૂઆત કરવામાં આવી છે. સમુદ્ર માર્ગે જ આ યાત્રા આગળ વધી રહી છે, ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કોડીનારના મૂળ દ્વારકા બંદરે આવી દ્વારકાધીશના દર્શન કર્યા બાદ સ્થાનિક માછીમારો સાથે સંવાદ કર્યો હતો. આ સાથે સાગરખેડુઓની દિનચર્યા તેમજ રહેણી-કહેણીથી વાકેફ થઈ તેઓની સમસ્યાને દૂર કરવાની કેન્દ્રીય મંત્રીએ ખાતરી આપી હતી.

Next Story