Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: સોમવતી અમાસના દિવસે શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

આજે સોમવતી અમાસનો પાવન અવસર, ત્રિવેણી સંગમ ખાતે ભક્તો ઉમટ્યા.

X

પવિત્ર શ્રાવણ માસ, સોમવાર અને સોમવતી અમાસના પાવન દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પિતૃતર્પણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતુ.

અરબી સમુદ્રના કિનારે બિરાજમાન શ્રી સોમનાથ મહાદેવ વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ છે.આવીજ રીતે આ પવિત્ર ધરતીમાં ભગવાન શ્રી ક્રુષ્ણએ ૫૬ કોટિ યાદવોનો ઉદ્ધાર કરવા માટે પવિત્ર ત્રિવેણી સંગમના કિનારે શ્રાદ્ધ કર્મ કર્યુ હતુ. ભગવાન શ્રી ક્રુષ્ણએ પોતાનો દેહોત્સર્ગ પણ આ જ કિનારે કર્યો હતો જેથી શાસ્ત્રોમાં પાંચ તીર્થ ક્ષેત્રમાં ઉત્તમ તીર્થ પ્રભાસક્ષેત્ર કહેવાય છે. અને અહીં સોમવતી

અમાસે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નિવારણ થાય છે તેવુ શાસ્ત્રોમાં વિદિત છે.આ પવિત્ર ભુમીમાં પ્રસ્થાપિત આધ્યાત્મિક ચેતનાના મહાસાગરમાં સ્નાન કરી ભાવિકભક્તો પ્રસન્નતા પ્રાપ્ત કરે છે.કોઇ રોગ ના નિવારણ માટે,કોઇ દરિદ્રતા નીવારણ માટે,તો કોઇ આરોગ્યની સુખાકારી માટે આજ મોક્ષદાયીની અમાસના દિવસે પોતાના પિતૃઓને યાદ કરી પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી યથા યોગ્ય દાન પુન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Next Story