ગીર સોમનાથ : સુપાસી ગામે મહારાસના કલાકારોનું સન્માન કરવા “સ્મૃતિ મહોત્સવ” યોજાયો…

ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગત તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ આહીરાણી બહેનો દ્વારા એક ઇતિહાસ રચાયો હતો.

ગીર સોમનાથ : સુપાસી ગામે મહારાસના કલાકારોનું સન્માન કરવા “સ્મૃતિ મહોત્સવ” યોજાયો…
New Update

ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામ ખાતે દ્વારકામાં યોજાયેલ અખિલ ભારતીય આહીરાણી મહારાસમાં ભાગ લેનાર બહેનો અને સંગીત કલાકારોનું સન્માન કરવા સ્મૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ગત તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ આહીરાણી બહેનો દ્વારા એક ઇતિહાસ રચાયો હતો. જેનું સ્થાન ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોડમાં નોંધાયું છે. જે અખિલ ભારતીય આહીરાણી મહારાસના નામે ખૂબ જ પ્રસિદ્ધ થયો હતો. જે મહારાસમાં ભાગ લીધેલ બહેનો માટે સુપાસી મુકામે આહીર સમાજના આગેવાન, ભામાશા અને પીઢ કોંગ્રેસી નેતા હીરા જોટવા દ્વારા સ્મૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાસમાં ભાગ લેનાર બહેનો અને મહારાસમાં સંગીત આપનાર કલાકારોને પ્રશસ્તિપત્ર અને શિલ્ડ આપી શાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ આહીરાણી મહારાસના આયોજકો, કલાકરો, આહીર સમાજના પત્રકારો, તબીબો, પ્રોફેસરો અને સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત જેવા અનેક રાજ્યોમાંથી આહીર સમાજના અગ્રણીઓ અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat #CGNews #Gir Somnath #Supasi village #Smriti Mohotsav #Maharas #honor artists #Ahirani Maharas
Here are a few more articles:
Read the Next Article