ગીર સોમનાથ : સુત્રાપાડાની પરિણીતાનો વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર દુષ્કર્મનો આરોપ, વન વિભાગમાં ખળભળાટ
વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરણીતાએ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર દુષ્કર્મના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરણીતાએ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર દુષ્કર્મના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરિણીતાએ વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર દુષ્કર્મના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.આ અંગે ગીર સોમનાથ જિલ્લા એ.એસ.પી. ઓમપ્રકાશ જાટે જણાવ્યુ હતું કે, આ ઘટનાની પીડિત મહિલાના સંબંધી ગેરકાયદે લાયન શોમાં પકડાયેલ જેને છોડાવવા પીડિતા તેના પતિ સાથે RFOને મળ્યા હતા. ત્યારે સંપર્કમાં આવેલ અને પીડિતાના મોબાઈલ નંબર મેળવી તેને મદદની લાલચ આપી હતી,ત્યારબાદ પીડિતાના કહેવા મુજબ 25 વખત બળજબરીથી ધાકધમકી આપી ફોરેસ્ટ ક્વાર્ટર અને કચેરીમાં દુષ્કર્મ ગુજાર્યો હતો.પીડિતાના કહેવા મુજબ આરોપી RFO દ્વારા તેમના પતિ અને સંતાનને મારી નાખવા તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. હાલ તો પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદ આધારે RFO તથા આ કૃત્યમાં મદદગારી કરનાર દાનીશ અલી મહંમદ પંજા, રાજ ગળચર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટિમ દ્વારા આરોપીને ફોરેસ્ટ કોલોનીમાંથી ઝડપી લઈ વેરાવળ પોલીસ હવાલે કરેલ છે, જ્યારે અન્ય બે આરોપી હજુ ફરાર હોવાનું જણાવ્યું હતું.