ગીર સોમનાથ : તાલાળા ગીર ખાતે કેસર કેરીની હરાજીનો પ્રારંભ. જગ વિખ્યાત ગીરની કેસર કેરી માર્કેટમાં છલકાય

ગીર સોમનાથ : તાલાળા ગીર ખાતે કેસર કેરીની હરાજીનો પ્રારંભ. જગ વિખ્યાત ગીરની કેસર કેરી માર્કેટમાં છલકાય
New Update

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજી આજ થી શરૂ

કેસર કેરીના 7 હજાર બોક્સ માર્કેટમાં આવ્યા

400 થી લઈ 1200 રૂપિયામાં એક બોક્સની બોલી લાગી

વાતાવરણની વિષમતા છતાં આ વર્ષે કેરીનું ઉત્પાદન સારું

કેસર કેરીનાં ગઢ ગણાતા તાલાળા ગીર ખાતે કેસર કેરીની હરરાજીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જગ વિખ્યાત ગીરની કેસર કેરીનું પહેલું બોક્સ ભાજપ જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ ગાયોના ફાળા માટે 21000 રૂપિયે બોક્સ ખરીદ્યું. તો વાતાવરણની વિષમતા હોવા છતાં આ વર્ષે કેરીનું ઉત્પાદન સારું થવાને કારણે તાલાળા મેંગો માર્કેટ કેરીના બોક્સ થી છલકાય છે.

ફળો નાં રાજા તરીકે ઓળખાતી કેસર કેરીની આજે તાલાળા એ.પી.એમ.સી. ખાતે વિધિવત હરાજીની શરૂઆત થઈ છે. ગત વર્ષની તુલનામાં ડબલ બોક્સ એટલે કે 7 હજાર બોક્સ કેસર કેરીના માર્કેટમાં આવ્યા હતા. હરાજીમાં પ્રથમ બોક્સ 21 હજાર રૂપિયામાં ગયું હતું. આ રકમ પરંપરાગત રીતે ગૌશાળામાં આપવામાં આવી હતી. ત્યારબાદ ઓછામાં ઓછાં 400 રૂપિયાથી લઈ 1200 રૂપિયામાં સારી કેરીના એક બોક્સની બોલી લાગી હતી. નાના અને મધ્યમ ફળના 500 થી 700 રૂપિયા બોક્સનો ભાવ રાખવામા આવ્યો છે. પ્રતિકૂળ હવામાન અને ગત વર્ષનાં વાવાઝોડ ને કારણે કેરીને ગ્રહણ લાગી ગયું છે. જેને લઈ ઉત્પાદન ઘણું જ ઘટ્યું છે. પરંતુ આ વખતે એક્સપોર્ટની પણ મોટા પ્રમાણમાં સંભાવના વર્તાય રહી છે. અને અંદાજે 15 જૂન સુધી સિઝન ચાલશે.

સમગ્ર ગીર વિસ્તારમાં આ વખતે વાતાવરણની વિષમતાને કારણે કેસરના ઉત્પાદન અસર ચોક્કસ અસર થઈ છે. છતાં, કેસર પકવતા ખેડૂતો ખૂબ મોટી માત્રામા કેરીના બોક્સ લઈ ને આવ્યા હતા.

તો બીજી તરફ તાલાલા માર્કેટિંગ યાર્ડ ની હરાજી શરૂ થતાં ભાવને લઈ ખેડૂતોમા ‘કહી ખુશી કહી ગમ’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના મતે કેસર કેરીના ભાવ પરવડે તેમ નથી. ખેડૂતોને 10 કિલો બોક્સના માત્ર 400 થી 600 આપવામાં આવે છે. જો કે ખેડૂતોની કેરી ઉપરથી પણ ભાવ નક્કી થતા હોય છે ઘણા ખેડૂત ને બોક્સના ભાવ ઉંચા પણ મળ્યા છે.


#ConnectGujarat #Market #Gir Somnath #Talala Gir #famous Gir #saffron curry
Here are a few more articles:
Read the Next Article