ગીર સોમનાથ : કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કર્યા દર્શન

કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવી પહોચ્યા હતા

New Update
ગીર સોમનાથ : કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કર્યા દર્શન

કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવી પહોચ્યા હતા, જ્યાં તેઓ સોમનાથ મહાદેવના પ્રાત: દર્શન, જળાભિષેક, સોમેશ્વર પૂજનનો લાભ લઈ ધન્ય બન્યા હતા.

કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ આજરોજ વહેલી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવી પહોચ્યા હતા. આ સાથે જ તેઓએ પવિત્ર ગંગાજળથી સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો હતો. મંત્રીએ સોમનાથ મહાદેવની વિવિધ ઉપચારો સાથેની શ્રેષ્ઠ સોમેશ્વર મહાપૂજા કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પુજારી દ્વારા તેઓને સોમનાથ મહાદેવની છબીની સ્મૃતિભેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકારના રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડ ધન્ય બન્યા હતા. ઉપરાંત સુંદર વ્યવસ્થા બદલ શ્રી સોમનાથ ટ્રસ્ટનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

Latest Stories