/connect-gujarat/media/post_banners/72dbb37e12ecb44d25bfd180e5767982ae18b7719142d1edf2d5894b097eae88.jpg)
ભારતનું ગૌરવ એવા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડીંગ સમયે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બ્રહ્મ સમાજ દ્વારા માનેલી માનતા અંતર્ગત બ્રહ્મ સમાજ દ્વારા લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ
જ્યારે ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડિંગ થવાની ઘડીયો ગણાતી હતી. તેવા સમયે તેમના સફળ લેન્ડિંગ માટે ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બે માનતાઓ માની હતી જેમાં એક ભગવાન સોમનાથ પર ધ્વજારોહણ કરવું અને બીજું લઘુરુદ્ર યજ્ઞ કરી સાથે રાષ્ટ્રહિત યજ્ઞ પણ કરવો ત્યારે ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ વેરાવળમાં ઓડિટોરિયમ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસ તેમાં પણ એકાદશી અને પ્રભાસતીર્થમાં ચંદ્રયાનની માનતા યજ્ઞ સ્વરૂપે પૂર્ણ કરાઈ હતી.11 રુદ્ર કુંડ બનાવી તેમાં 11 દંપતિઓ જોડાઈ અને લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો આ લઘુરુદ્ર યજ્ઞમાં સમસ્ત બ્રહ્મ સમાજ સહિત અન્ય સમાજના ભાવિકો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.પૂર્ણાહુતિ બીડાહોમ સમયે રાષ્ટ્રગાન કરી ત્યારબાદ સોમનાથ મહાદેવના જય જય કાર સાથે યજ્ઞ સંપન્ન કરી અને માનતા પૂરી કરાઈ હતી