ગીર સોમનાથ : વેરાવળમાં ધાર્મિક સ્થળે ઝંડો ફરકાવવા સહિત જાહેરનામા ભંગનો મામલો, 29 લોકોની ધરપકડ

વેરાવળમાં ધાર્મિક સ્થળે ઝંડો ફરકાવવાનો મામલો પોલીસે ગુન્હો નોંધી 29 આરોપીઓની ધરપકડ કરી લોકોને શાંતિ જાળવવા અપીલ

New Update
ગીર સોમનાથ : વેરાવળમાં ધાર્મિક સ્થળે ઝંડો ફરકાવવા સહિત જાહેરનામા ભંગનો મામલો, 29 લોકોની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ધાર્મિક સ્થળે ઝંડો ફરકાવવા અને જાહેરનામાના ભંગ મામલે પોલીસે 2 જુદા જુદા ગુન્હા નોંધી 29 લોકોની ધરપકડ કરી છે. એટલું જ નહીં વેરાવળના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસે સિંઘમ સટાઇલમાં ફ્લેગ માર્ચ પણ યોજી હતી. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં 2 દિવસ પહેલા ધાર્મિક સ્થળ પર એક વ્યક્તિએ ઝંડો ફરકાવી તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

આ મામલે 2 કોમ વચ્ચે ભારે તનાવ ઉભો થયો હતો. જોકે, પોલીસે શહેરભરમાં ચુસ્ત બન્દોબસ્ત ગોઠવી મામલો થાળે પાડ્યો હતો, અને ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ધાર્મિક લાગણી દુભાવવા મામલે 8 તેમજ જાહેરનામા ભંગ અને સોશિયલ મીડિયામાં વિડિયો વાઇરલ સહિતના ગુન્હામાં 21 મળી કુલ 29 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે વેરાવળના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસે સિંઘમ સટાઇલમાં ફ્લેગ માર્ચ પણ યોજી હતી. સાથે જ ગીર સોમનાથ જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાએ શહેરિજનોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

Latest Stories