ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે રેલ્વે ઓવર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, ત્યારે આ બ્રિજના નિર્માણથી હજારો નાગરિકોને વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગતા જ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની મોસમ ખીલી છે..
ત્યારે ગીર સોમનાથના વેરાવળ શહેર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા ઓવર બ્રિજના ઇ-ખાતમુહૂર્ત બાદ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવોના હસ્તે 2 રેલ્વે ઓવર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે, રૂપિયા 58 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અતિ મહત્વપૂર્ણ બ્રિજ બનતા હજારો નાગરિકોને વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે. તો બીજી તરફ, સોમનાથના કોંગી ધારાસભ્યએ પણ આજ સ્થળે અગાઉના દિવસે ખાતમુહૂર્ત કરતાં રાજકારણ ગરમાયું હતું.