ગીર સોમનાથ : વેરાવળમાં 2 ઓવર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરાયું, લોકોને વર્ષો જૂની સમસ્યામાંથી મળશે મુક્તિ

રૂપિયા 58 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અતિ મહત્વપૂર્ણ બ્રિજ બનતા હજારો નાગરિકોને વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે.

ગીર સોમનાથ : વેરાવળમાં 2 ઓવર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરાયું, લોકોને વર્ષો જૂની સમસ્યામાંથી મળશે મુક્તિ
New Update

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સાંસદ રાજેશ ચુડાસમાના હસ્તે રેલ્વે ઓવર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, ત્યારે આ બ્રિજના નિર્માણથી હજારો નાગરિકોને વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગતા જ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની મોસમ ખીલી છે..

ત્યારે ગીર સોમનાથના વેરાવળ શહેર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા ઓવર બ્રિજના ઇ-ખાતમુહૂર્ત બાદ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવોના હસ્તે 2 રેલ્વે ઓવર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે, રૂપિયા 58 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અતિ મહત્વપૂર્ણ બ્રિજ બનતા હજારો નાગરિકોને વર્ષો જૂની સમસ્યામાંથી મુક્તિ મળશે. તો બીજી તરફ, સોમનાથના કોંગી ધારાસભ્યએ પણ આજ સ્થળે અગાઉના દિવસે ખાતમુહૂર્ત કરતાં રાજકારણ ગરમાયું હતું.

#Connect Gujarat #Gir Somnath #ખાતમુહૂર્ત #ગીર સોમનાથ #Gir somnath news #Veraval Gujarat #રેલ્વે ઓવર બ્રિજ #Railway over bridge #MPRajeshChudasama
Here are a few more articles:
Read the Next Article