ગરવા ગિરનારની લીલી પરિક્રમા ભાવિકોનું ઘોડાપૂર ઉંટી રહ્યું છે જે અંતર્ગત આજે સાંજના સમયે ભવનાથ આરતીના દર્શન સમય જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા એ પણ ભવનાથ મહાદેવને શિશ ઝુકાવ્યું હતું આ તબિયત ગિરીશભાઈએ જણાવ્યું હતું કે ગરવા ગિરનારની લીલી પરિક્રમા નો અનેરુ મહત્વ છે અહીં આવતા ભાવિકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે.
ઉપરાંત તેઓએ એ પણ જણાવ્યું હતું કે ગરીબ હોય કે અમીર કોઈપણ જાતના ભાવિક એક વખત ભવનાથમાં પ્રવેશ કરે પછી તેને વિવિધ અનક્ષેત્રોમાં તેમને ભાવપૂર્વક પ્રસાદ લેવડાવવામાં આવતો હોય છે આ પ્રકારનું જે બીજે ક્યાંય જોવા મળતું હોય છે ગીરીશભાઈ કોટેચાએ લીલી પરિક્રમામાં આવતા ભાવિકોની શ્રદ્ધાને પણ ખૂબ બિરદાવી હતી.