Connect Gujarat
ગુજરાત

ભાવનગરની ભાગોળે ગીરના સિંહનું સામ્રાજ્ય, જુઓ ડાલામથ્થાના અદ્ભુત ડ્રોન વિડિયો...

હવે, ગીરના સિંહ ભાવનગરની ભાગોળ સુધી પહોંચ્યા છે. એટલું જ નહીં, ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થયો છે.

X

હવે, ગીરના સિંહ ભાવનગરની ભાગોળ સુધી પહોંચ્યા છે. એટલું જ નહીં, ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થયો છે. સિંહોના સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાઇરલ થતા હોય છે, પરંતુ આજે અમે તમને ભાગ્યે જ જોવા મળતા સિંહોનો ડ્રોન વીડિયો બતાવીશું, ત્યારે જુઓ ગોહિલવાડના સાવજના અદ્ભુત દ્રશ્યો...

ભાવનગર જિલ્લાના જેસર, પાલિતાણાના ભંડારિયા અને તળાજા જેવા દરિયા કાંઠાના ગામો અને વાડી વિસ્તારોમાં સાવજોએ વસવાટ પુનઃ સ્થાપિત કર્યો છે. અહીં અનેકવાર સિંહ પરિવારો લટાર મારતા હોય તેવા વીડિયો પણ જોવા મળતા હોય છે. જિલ્લામાં સિંહો કેટલા છે, કયા વિસ્તારોમાં છે, તે જાણવા અને ડોક્યુમેન્ટરી બનાવવા માટે DFO સાદિક મુંજાવરાએ સિંહોના ટોળાનો અદ્દભુત વીડિયો ડ્રોન કેમરામાં કેદ કર્યો છે. જેમાં ચારેબાજુ લીલી હરિયાળી વચ્ચે ક્યાંક આંટા મારતા સિંહો તો ક્યાંક સિંહ આરામ ફરમાવતાં જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં 70થી વધારે સિંહો વસવાટ કરી રહ્યા છે. જેમાં જિલ્લાના મુખ્ય ચાર તાલુકાઓ સિંહોના વસવાટ માટે શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યા છે, જ્યારે દરિયાઈ પટ્ટી ઉપર 17 જેટલા સિંહ નોંધાયેલા છે.

Next Story