ગીરસોમનાથ: ઓસ્ટ્રેલિયન યુવક ગુજરાતની યુવતીને ઘોડે ચઢી પરણવા આવ્યો, જુઓ અનોખા લગ્ન પ્રસંગની યાદગાર પળો

ગીરમાં પાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ એક ખાનગી રિસોર્ટમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં ઓસ્ટ્રેલિયન યુવક ગુજરાતની યુવતીને પરણવા આવ્યો હતો.

ગીરસોમનાથ: ઓસ્ટ્રેલિયન યુવક ગુજરાતની યુવતીને ઘોડે ચઢી પરણવા આવ્યો, જુઓ અનોખા લગ્ન પ્રસંગની યાદગાર પળો
New Update

ગીરમાં પાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ એક ખાનગી રિસોર્ટમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં ઓસ્ટ્રેલિયન યુવક ગુજરાતની યુવતીને પરણવા આવ્યો હતો. ગુજરાતી રીત રિવાજ મુજબ આ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું

મૂળ ગુજરાતી અને જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામના મૂળ રહીશ દિગેન નાગર કે જે ઓ છેલ્લા ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં રહે છે ત્યારે વતન જેવું ઓસ્ટ્રેલિયા તેમને લાગી રહ્યું હતું. ત્યારે દિગેનભાઈની પુત્રી કે જેનું નામ નમી હતું તેમનું સગપણ ઓસ્ટ્રેલિયા મૂળના ટોબન નામના યુવક સાથે થયૂ હતું બંને પરિવારોમાં આ સગાઈની ખુશી હતી.સગપણ બાદ દીગેન નાગરે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમો મૂળ ગુજરાતી છીએ તો અમને એવી અપેક્ષા છે કે નમી અને ટોબન બંનેના લગ્ન હિંદુ પરંપરા અને વિધિથી ગુજરાતમાં થાય આ વાતનો ટોબનના પરિવારે સ્વીકાર કર્યો હતો ત્યારે મકરસંક્રાંતિ બાદ શુભ મહુર્તમાં નાગર પરિવાર દ્વારા ઑસ્ટ્રેલિયન મૂળના વરરાજા ટોબનને કંકોત્રી લખી નિમંત્રણ અપાયૂ અને વરરાજા સહિત 20 જેટલા ઓસ્ટ્રેલિયા ન મહેમાનો જાન લઈ ગીરમાં આવેલા ખાનગી રિસોર્ટમાં વરરાજાને પરણાવવા માટે આવી પહોંચ્યા હતા.ઓસ્ટ્રેલિયાથી આવેલી જાન કે જેઓ ગુજરાતીમાં અને વિધિમાં વધુ સમજતા ન હતા પરંતુ ગુજરાતી પરંપરાને અનુસર્યા જરૂર હતા. વરરાજા ટોબન તો ઘોડા પર ચડી અને મંડપ સુધી આવ્યા હતા અને તેમ ણે પીઠી લગાવી હતી. કન્યા નમી સાથે ટોબન સહિત ઓસ્ટ્રેલિયાથી આવેલા મહેમાનો સૌ ગુજરાતી રાસ ગરબામાં જુમી ઉઠ્યા હતા. તો મંડપની અંદર હસ્તમેળાપ,મંગલ ફેરા સહિત તમામ હિન્દુ વિધિ પૂર્ણ કરી અને ઓસ્ટ્રેલિયાના ટોબન તેમજ નમી બંને પરિવારોની હાજરીમાં હિન્દુ વિધિથી લગ્નગ્રંથિથી જોડાયા હતા.

#Connect Gujarat #BeyondJustNews #Girsomnath #horse #Australian young man #o marry #Gujarat gir #wedding event
Here are a few more articles:
Read the Next Article