Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: કેસર કેરીના પાકને બચાવવા ખેડૂતોએ સરકાર પાસે લગાવી મદદની ગુહાર,જુઓ શું કરી માંગ

X

તાલાલા ગીરની જગવિખ્યાત કેસર કેરી

કેરીના પાક પર વાતાવરણની પ્રતિકૂળ અસર

કેરીનો પાક સતત જઈ રહ્યો છે નિષ્ફળ

ખેડૂતોએ સરકાર પાસે લગાવી મદદની ગુહાર

તજજ્ઞો દ્વારા સર્વે કરાવવામાં આવે એવી માંગ

ગીર પંથકના અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે

ગીર પંથકના તાલાલા માર્કેટિંગ યાર્ડ ના પ્રમુખ અને યુવા ખેડૂત અગ્રણી સંજયભાઈ શીંગાળા એ રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ને પાઠવેલ પત્ર માં જણાવ્યું હતું કે 2024ના વર્ષમાં ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતવરણના કારણે સંપુણૅ નિષ્ફળ ગયો છે.આ વર્ષ દરમ્યાન કયારે પણ ન બન્યુ હોય તેવી અસર એ છે કે 70 % ટકા બગીચામાં મોર આવ્યા જ નથી. તેમજ ઘણા ખરા ગીર વિસ્તારના ખેડુતોને છેલ્લા 3 ત્રણ વષૅથી કેસર કેરીનું ઉત્પાદન બીલકુલ થયુ જ નથી. ગીર વિસ્તારના જે મુખ્ય બાગાયત વિસ્તારના ગામો છે જેમાં છેલ્લા 3 વષૅ દરમ્યાન ખેડૂતોને ઝીરો આવક છે. આ વિસ્તારમાં સરકાર દ્રારા બગીચામાં શા માટે કેરી નથી થતી તે માટે સરકારે ખેડુતોના ખેતરે જઈ તજજ્ઞો દ્રારા યોગ્ય માગૅદશૅન આપવુ જોઈએ. કેસર કેરીનો પાક બચાવવા જો સરકાર કાયમી ધોરણે કોઈ યોજના નહી વિચારે તો આ વિસ્તાર બાગાયત વિસ્તાર ભુતકાળ બની જશે. હાલમાં ઘણાખરા ખેડુતોને પોતાનું ગુજરાન ચલાવવાની મુશ્કેલીના કારણે આ વિસ્તારના ખેડુતો કારમી ગરીબીમાં ધકેલાય ગયા છે

Next Story