Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારને કરવામાં આવશે રજૂઆત

કોડીનાર ઉના અને તાલાળાના તમામ ખાંડ ઉધોગ સંપૂર્ણ પણે બંધ થયેલા જોવા મળે છે.જેને કારણે કૃષિ લક્ષી રોજગારી બંધ થઈ ગઈ

X

કોંગ્રેસ કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલ આંબલીયાએ કોડીનાર તાલુકાના ખેડૂતો સાથે મુલાકાત કરીને બેઠકનું આયોજન કર્યું હતું જેમાં ખેડૂતોને લગતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગીર સોમનાથના કોડીનાર પંથકમાં રેલવેના પ્રશ્નોને લઈને પણ ખેડૂતોમાં ખૂબ જ વિરોધ જોવા મળી રહ્યો છે.વેરાવળથી કોડીનાર વચ્ચે ઔદ્યોગિક એકમો માટે બ્રોડગેજ લાઈન નાખવાને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે.તેમાં પણ હજુ સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી ત્યારે ખેડૂતોની સોના સમાન જમીન રેલ્વે લાઈન માટે કપાઈ રહી છે તેને લઈને પણ કિસાન કોંગ્રેસ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક રજૂઆતો કરશે અને ખેડૂતોની આ મહામૂલી જમીન રેલવેને કારણે બંજર થવા જઈ રહી છે તેને લઈને પણ કેન્દ્રની સરકારનું ધ્યાન દોરવામાં આવશે.

પરંતુ પાછલા કેટલાક વર્ષોથી કોડીનાર ઉના અને તાલાળાના તમામ ખાંડ ઉધોગ સંપૂર્ણ પણે બંધ થયેલા જોવા મળે છે.જેને કારણે કૃષિ લક્ષી રોજગારી બંધ થઈ ગઈ છે.ખેડૂતો માટે કૃષિ લક્ષી રોજગારીનું ફરી સર્જન થાય અને કૃષિ પાકોના પોષણક્ષમ બજાર ભાવો ખેડૂતોને સમયસર મળી રહે તે માટેની વ્યવસ્થા માટેની રજૂઆતો કેન્દ્ર અને રાજ્ય સરકારને આગામી દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ કરવા જઈ રહ્યું છે.

Next Story