ગીર સોમનાથ : ભાજપને મત ન મળ્યા એ વિસ્તારમાં ડીમોલિશન

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલ ડીમોલેશનની કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.

gir somnath.jpeg
New Update

 

ગીરસોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલ ડીમોલેશનની કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જે વિસ્તારમાં કોંગ્રેસને લીડ મળી છે તેવા વિસ્તારોમાં રાજકીય ઈશારે તંત્ર ડિમોલેશન કરતુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અંદાજે 1.72 લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તંત્ર દ્વારા જે વિસ્તારમાં કોંગ્રેસમાં લીડ નીકળી છે તેવા વિસ્તારોને રાજકીય ઈશારે નિશાન બનાવી અને મનસ્વી રીતે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ સહિત કોંગી આગેવાનોનું ડેલિગેશન ઇનાજ, ઉમરેઠી, માલજીનજવા અને ઘુસિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. તકે કોંગ્રેસના પ્રદેશ અગ્રણી હીરા જોટવાએ સરકારી તંત્ર પર રાજકીય ઈશારે કામગીરી કરતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો સાથે સાથે હુંકાર પણ કર્યો હતો કે હવે કોંગ્રેસ લોકોની વ્હારે આવશે અને લોકોને ન્યાય અપાવવા માટે લડત કરશે.

તો બીજી તરફ કોંગ્રેસના આક્ષેપોના પગલે ગીર સોમનાથ જિલ્લાના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ડીમોલિશનની કામગીરી નિયમ અનુસાર ચાલી રહી છે અને કોઈ રાજકીયકિનના કોરી રાખ્યા વિના થઈ રહી છે

 

#આક્ષેપ #કોંગ્રેસ #ગીર સોમનાથ #ડીમોલિશન
Here are a few more articles:
Read the Next Article