ગીરસોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામે અનોખો લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં વરરાજા બળદગાડામાં બેસી કન્યાને પરણવા નિકળ્યા હતા
હાલ લગ્નસરા ચાલી રહ્યા છે ત્યારે લોકો વૈભવી કાર અને બગીમાં બેસી કન્યા ને પરણવા જાય છે પરંતુ ગીર સોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામે અનોખો લગ્ન પ્રસંગ યોજાયો હતો. લોઢવા ગામે ભગવાન કછોટએ તેમના પુત્ર જયદીપના દેશી રીતીરિવાજ મુજબ અનોખા લગ્ન કરાવ્યા હતા.લોઢવા ગામે કછોટ પરિવારના આ લગ્નમા કોઈ લક્ઝ્યુરિયસ કાર નહીં પણ દેશી રીત રિવાજ મુજબ બળદગાડા સાથે જાન નીકળી હતી.ઘણા વર્ષો પહેલા લોકો બળદગાડામાં જાન લઈ જતા હતા અત્યારે જમાનો બદલાઈ રહ્યો છે અને હવે લક્ઝ્યુરિયસ કારમાં જાન લઈ જતા હોય છે પરંતુ પરંપરાગત રીતે વરરાજાને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા અને તેમની અનોખી જાન નિકળી હતી.આટલું જ નહીં પરંતુ રીત રિવાજ પ્માણે થાંભલી ઘરના આંગણામાં નખાતી હોય છે ત્યારે કછોટ પરિવાર દ્વારા આ થાંભલી તેમના ગૌ ભૂમિફાર્મની ગૌશાળામાં ગાયના સાનિધ્યમાં નાખી અનોખું આયોજન કરવામાં આવ્યુ હતું.