Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: ‘શ્રવણ’ના સાક્ષાત દર્શન કરાવતા કૃષ્ણ કુમાર, સ્કુટર પર માતાને 75,000 કિમી ભારત દર્શન કરાવ્યા

2018થી તેઓ સ્કુટર પણ ભારતના તીર્થ યાત્રા છે અને અત્યાર સુધીમાં લગભગ 75000 કિલોમીટરનો પ્રવાસ ખેડી ચૂક્યા છે.

X

અંધ માતા-પિતાને કાવડમાં દેશના તિર્થસ્થાનોની યાત્રા કરાવનાર પાત્ર શ્રવણકુમાર હિન્દુ સંસ્કૃતિનું એક અમર દ્રષ્ટાંત છે. જેને કારણે વડીલોની સેવાની પ્રેરણા હજારો વર્ષ પછી પણ મળતી રહે છે. આધુનિક યુગમાં આવું જ એક દ્રષ્ટાંત કર્ણાટકના મૈસુર શહેરના ડી. કૃષ્ણકુમારે પોતાની ૭૩ વર્ષની માતાને ભારતના તમામ ધામોની યાત્રા કરાવીને આપ્યું છે.

આજે એક એવા દીકરા વિશે વાત કરવી છે કે સાદી ભાષામાં કહીએ તો દીવો લઈને શોધવા જાઓ તો પણ આવો દીકરો ન મળે, કારણ કે કળિયુગમાં શ્રવણ મળવો તો દૂરની વાત પણ એમના 10 ટકા વિચારો ધરાવતા યુવાનો પણ નથી રહ્યા. ત્યારે આજે જે દીકરા વિશે વાત કરવી છે એમણે પોતાની જનની માટે આ જગતમાં બીજું કંઈ નથી જોયું. નોકરી મૂકી દીધી અને છોકરી પણ નથી જોઈતી. નથી એમને સંસારમાં કોઈ બીજો મોહ. આ વાત છે દક્ષિણામુર્તિ કૃષ્ણકુમારની કે જેણે પોતાની માતાને ભારત દર્શન સ્કુટર પર કરાવ્યું છે.2018થી તેઓ સ્કુટર પણ ભારતના તીર્થ યાત્રા છે અને અત્યાર સુધીમાં લગભગ 75000 કિલોમીટરનો પ્રવાસ ખેડી ચૂક્યા છે.

કર્ણાટકના મૈસુરના વ્યવસાયે કોમ્પ્યુટર એન્જિનિયર, 44 વર્ષીય દક્ષિણામૂર્તિ કૃષ્ણ કુમાર આવા જ એક સંતાન છે, જેમણે પોતાની 73 વર્ષીય માતાને તીર્થયાત્રા પર લઈ જવાની જવાબદારી લીધી છે. તેમના પિતાના 25 વર્ષ જૂના સ્કૂટર પર તેમની યાત્રા ચાલુ છે. હાલમાં તેઓ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લામાં તીર્થ સ્થાનોના દર્શન કરી રહ્યા છે. તેમની પાસે ન તો કોઈ નિશ્ચિત ધ્યેય છે કે ન તો કોઈ રોકવાની જગ્યા. તેઓને કેટલું અંતર કાપવાનું છે તે પણ ખબર નથી. કૃષ્ણ કુમાર કહે છે કે તેણે બસ ચાલતા જ જવું છે, શક્ય તેટલા તીર્થોના દર્શન કરવા છે. માતાને દેશ અને દુનિયાની મુલાકાત કરાવવી છે. કૃષ્ણ કુમાર કહે છે કે નોકરી દરમિયાન એકઠી થયેલી મૂડી અને તેના વ્યાજથી જ તેમનો ખર્ચ પૂરો થાય છે. તે જ્યાં જાય છે ત્યાં ધાર્મિક મઠો અને મંદિરોમાં રહે છે. મોટા ભાગના સ્થળોએ તેમને મફત ભોજન મળે છે. અમદાવાદમાં પણ તેઓ અદ્વેત આશ્રમમાં જ રોકાયા હતા અને હવે તેઓ દ્વારકા માટે રવાના થયા છે.

Next Story