આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ
અમાસ નિમિત્તે પ્રભાસતીર્થમાં કરાયું પિતૃતર્પણ
ભગવાન શ્રી કૃષ્ણએ આ જ સ્થળે કર્યો હતો યાદવોનો ઉદ્ધર
પવિત્ર પ્રભાસ તીર્થમાં કૃષ્ણ ભગવાને પોતાના અંતીમ સમયે ત્રિવેણી સંગમના કીનારે યાદવ કુળનો શ્રાદ્ધ વિધી કરાવી ઉધ્ધાર કરેલો તે જ પવિત્ર ત્રિવેણી સંગમમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી ,પિત્રુતર્પણ કર્યા બાદ ભગવાન શ્રીસોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ હતું
અરબી સમુદ્રના કીનારે બીરાજમાન શ્રીસોમનાથ મહાદેવ વિશ્વનુ પ્રથમ જ્યોતિર્લંગ છે.આવીજ રીતે આ પવિત્ર ધરતિમાં ક્રુષ્ણ ભગવાને ૫૬ કોટિ યાદવોનો ઉધ્ધાર કરવા માટે પવિત્ર ત્રીવેણી સંગમના કિનારે શ્રાધ્ધકર્મ કર્યુ હતુ. ક્રુષ્ણ ભગવાને પણ પોતાનો દેહોત્સર્ગ આ જ કિનારે કર્યો હતો જેથી શાસ્ત્રોમાં પાંચ તીર્થ ક્ષેત્રોમાં ઉત્તમ તીર્થ પ્રભાસક્ષેત્ર કહેવાયુ છે અને અહી શ્રાવણ માસની અમાસે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નીવારણ થાય છે તેવુ શાસ્ત્રોમાં વીદીત છે.
હીંદૂ શાસ્ત્ર પ્રમાણે ભારતભરમાં પાંચ મોટા તીર્થો રહેલા છે જેમાંનું સર્વ શ્રેષ્ઠ તીર્થ પ્રભાસ ક્ષેત્રમાં આવેલ પવીત્ર ત્રીવેણી સંગમ છે,કે જેમ શ્રીમદ ભાગવતજીમાં ક્રુષ્ણ ભગવાને જણાવ્યા અનુસાર પ્રાચી સરસ્વતી એટલેકે (પૂર્વ દીશામાં થી વહેતી સરસ્વતી )નદી અને જ્યાં હીરણ,કપીલા અને સરસ્વતી નદીમાં સમુદ્રનો સંગમ થતો હોય તેવા આ પવીત્ર ત્રીવેણી સંગમના કીનારે સર્વ પિતૃ શ્રાદ્ધ કરવાથી પોતાના પિતૃઓને મોક્ષની પ્રાપ્તી થાય છે. અહીં શ્રાવણ માસની અમાસે દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પીપળે પાણી રેડી પિતૃઓમાં મોક્ષર્થે પ્રાર્થના કરે છે અને ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્ય નું ભાથું બાંધે છે.